વરસાદી કાવ્ય
વરસાદી કાવ્ય
મસ્ત વરસતા વરસાદનો, એક મસ્તીભર્યો અહેવાલ છે,
વરસતો વરસાદ જાણે, આકાશે મોકલ્યું ધરતી માટે વ્હાલ છે.
વરસાદ તો બની રહે છે, સૃષ્ટિ માટેનો અનેરો ગુલાલ,
ધરતી થઈ જાય છે ન્યાલ, વરસાદ તો કામણગારી કમાલ છે.
ઉમરને અનુરૂપ, અનુભવાતી હોય છે વરસાદની કમાલ,
વરસાદ તો હોય છે એ જ, પણ ઉમર પ્રમાણે બદલે લય તાલ છે.
સાચી રીતે&n
bsp;વરસાદની મઝા તો, માણી શકાય બચપનમાં જ,
જુઓ બાળકોને ચાલુ વરસાદે, મચાવે કેટલી નિર્દોષ ધાંધલ ધમાલ છે.
યુવાનીમાં વરસાદ, ભીંજવી જાય છે તન-બદન-મનને આરપાર,
હોય ગરીબ કે અમીર, યુવાનીમાં વરસાદ કરી જાય માલામાલ છે.
ઉમ્રનો તકાજો સમજાવી જાય છે, વરસતો વરસાદ વૃધ્ધાવસ્થામાં,
દિલ તો કુદે છે, પણ સમજાય છે કે ઉમર તો થઈ ગઈ હવે હલાલ છે.