વરસ વરસ
વરસ વરસ
1 min
176
મોડોમોડો પણ હજુ વરસ વરસ,
સુધારી દેને તું આખું વરસ વરસ,
આભે મંડાઈ જા મન મૂકીને વળી,
ઘટાટોપ ઘને ચમકારે ગરજ ગરજ,
ચિંતા કેટલી છે કિસાનોની સહુને,
દશા એની વિચારી કૈં સમજ સમજ,
મૂક પશુઓ દીન બનીને ઊભાં છે,
એની વેદનાને હવે તો પરખ પરખ,
અનરાધાર વરસીને પાણી આપ તું,
જીવમાત્રમાં દેખાશે હરખ હરખ.
