વંદો
વંદો
1 min
257
મારી આત્મકથા કહું છું,
હું વંદો ગટરમાં રહું છું.
મારે બે પાંખો છે પણ,
ઝાડ પર નહીં પણ ગટરમાં રહું છું.
મારે ચાર પગ છે પણ,
તેમ છતાંય હું ગટરમાં પડી રહું છું.
મારે બે લાંબી મૂંછો છે પણ,
છતાંય હું ગટરમાં પડી રહું છું.
મારે બે આંખો છે પણ,
તોયે અંધારામાં ગટરમાં જ રહું છું.
છતાંય લોકો મારાથી કેમ ડરે છે ?
હું તો બિચારો ગટરમાં પડી રહું છું.
