STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

વધાવો પંચમ વસંતની

વધાવો પંચમ વસંતની

1 min
174

વધાવો પંચમ વસંતની…

 

પવન પમરાટે વાગી પીપૂડી

વન- કોયલે ટહુકે વાત છેડી

મને  જાદુઈ  છડી જડી

વધાવો પંચમ વસંતની

 

શિશિરી ધરા ત્યજે ઠૂંઠવાઈ

વનવેલી  મઢતી અંગડાઈ

લૂંટાવે ઉલ્લાસ વનપરી

વધાવો પંચમ વસંતની

 

વનપર્ણ  ઝૂમે  રતુંબલ લીલાં

છપનાં જ છાનાં હરખે રસીલાં

મદનની મસ્તી જ કામિની

વધાવો  પંચમ  વસંતની

 

ભરચક જ ભાળ્યું ઉરમાં કેસુડું

નજરું  જ મીઠી, કલરવ મધુરું

ભરું અંગે વ્હાલ તાજગી

વધાવો પંચમ વસંતની

 

ભરી ખુશ્બુ ને જોબન છલકતું

મત્ત  મંજરીમાં  કોઈ મલકતું

ઉમંગી, તું  મૌસમ પ્રીતની

વધાવો   પંચમ  વસંતની (૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in