ઊંટ
ઊંટ


રણનું વહાણ છે ઉષ્ટ્ર ખૂંધ પીઠ પર
સવાર આંબે આભને બેઠો ઊંટ પર,
ઊંચું એટલું ઊંટ જાણે કે પેડ ખજૂર
રણ મહી દાશેર સાથી ખેત મજૂર,
આકાશમુનિ પોપચાં બે છે આંખ
રક્ષે રેતી થકી ને દોડે વિના પાંખ,
પાંચ અંગુઠા બે પર ઝીલે વજન
વિના પાણી કરે દિન રાત ભજન,
ઉષ્ણ શીત હવાએ લહેર કરે બાળ
મોટા સૂપડા કાને લાંબા લચ વાળ,
પગને તળિયા પહોળા ગાદી નરમ
લાંબી ચાલે દોડવું એ ઊંટનો ધરમ,
સાંઢિયા ચાલે તેજ હાંફયે હેં હરફના
ઉપાડે પગ સાથે એ એક જ તરફના,
ઊંટડી કરે બાળને એટલો તો વહાલ
ધરાયે જ માલિકને દોહવાને બહાલ,
ખૂંધ પાણી ચરબીનો અખૂટ ખજાનો
ઊગવા ખરવા વાળ ક્ર્મ બહુ મજાનો,
રણનું વહાણ છે ઉષ્ટ્ર ખૂંધ પીઠ પર
લડે ટાઢ ગરમી કેશ લાંબે પગ પર.