ઉઠા
ઉઠા
એક સમયે નિશાળે ભણાવાતા,
ઘડિયા કે પહાડા ખુબ અવનવા.
એકથી દશ, વીશ ને ત્રીશ સુધી,
પા, અડધા, પોણા, સવા ને દોઢ.
અટકતા નહીં વળી બે ને ત્રણમાં,
વચ્ચે આવતા સવા બે અને અઢી.
ઢોંગી ભલે ભણાવે ઉઠા ગામને,
ગુરુજી શીખવતા ત્રણ ચાર વચ્ચે.
ઘડીયો પાકો કરાવે સાડા ત્રણનો,
સાડા ત્રણ ઓળખાય ઉઠા નામે.
એક ઉઠા સાડા ત્રણ બે ઉઠા સાત,
ત્રણ ઉઠા સાડા દશ ચાર ઉઠા ચૌદ.
દશ દુ વીશ ને દશ અઢિયા પચીસ,
દશ એકુ દશ ને દશ ઉઠા પાંત્રીસ.
એક સમયે નિશાળે ભણાવાતા,
સવા બે, અઢી ને ઉઠાના ઘડિયા.