ઉજળી રાત
ઉજળી રાત
1 min
14.1K
વિખેરાયા વાદળ ને ઉજળી થઈ ગઈ,
રાત જાણે કે ઉત્સવ થઈ ગઈ...!
હતી માંરીજ એવુ માંનતો હતો હું,
ચાંદની તો સરેઆમ થઈ ગઈ...!
ન ધારેલી પણ અણધારી થઈ ગઈ,
મુલાકાત એક અંગત થઈ ગઈ...!
ખુશ નસીબ છે ચુભન ને રોકી શકે,
પગની પાની સાથે કાંટાને પ્રીત થઈ ગઈ...!
હતો ગજા બહાર નો ખુમાર બીજુ શુ કહું,
સમેટતા સપના બધાજ સવાર થઈ ગઈ...!