ટોડલો
ટોડલો


તોરણ ઓથે બેઠો'તો ઘરનો ટોડલો,
ટોડલા ખંભે બારસાખ જાણે વડલો.
સંધ્યા ટાણે જયારે સૂર્ય થતો અસ્ત,
ઘર આંગણે દીપકથી ટોડલો મસ્ત.
ટોડલા ઝબૂકતાં સમે ઘર કેરી આંખ,
બારણેથી ઉડ્યા ટોડલા આવી પાંખ.
મોર નથી શેરીમાં ટોડલે કોણ બેસે ?
આવ્યા વાહન ગામમાં મોરલા વેશે.
ટોડલા ભાગ્યા દૂર સૂંઘી ધુમાડા સેર,
જોઈ દીવા તોરણ મુકાયા એણી પેર.
ક્યાં છે બા હવે ટોડલો કોણ શણગારે,
જાણી એ બિચારો જાગ્યો બિન નગારે.
તોરણ ઓથે બેઠો'તો ઘરનો ટોડલો,
એની રાહ જુવે સુનો એકલો ઓટલો.