ટહુકા
ટહુકા
1 min
16.5K
પડી જાય જો કદી ભૂલથી
પાનખરમાં તારા કોમળ પગલાં
ટહુકા બની ગુંજી રહી
ત્યાં પણ એક મઘમઘતી વસંત.
આ જિંદગી તો ગુંજતા શ્વાસોના
ટહુકાની અલગારી સફર
મોત પછી પણ ગુંજશે કલરવ
ટહુકા બની જીવન વસંત
આ ખરી ગયેલા શુષ્ક પર્ણો
તો જાણે જીવાઈ ગયેલી શ્વાસો
ફૂલ મુરજાશે પણ મહેક બની
જીવતી રહેશે જીવન વસંત
પડઘા બની ગુંજી રહ્યા તારી
મધુર યાદોના ખામોશ ટહુકા
આંખોના ઝાકળ બિંદુથી
તેથી જ તાજી છે આ જીવન વસંત
એક "પરમ" પગરવ પજવે મને
પળ પળ કે તમે આવી ગયા
તારા "પાગલ" ખામોશ ટહુકાથી જ
જીવંત છે આ જીવન વસંત

