STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

તરસ

તરસ

1 min
26.1K


ક્યારેક જાંજવના જળની તરસ,

ક્યારેક પ્રેમભરી પળની તરસ.


જિંદગી આખી સુફિયાણી વાતો પછી,

ક્યારેક તો એકાદ છળની તરસ.


અનરાધાર વરસાદ પછી નદીને,

અફાટ છાતી જેવા રણની તરસ.


સદીઓ સુધી સૂતી પાદરની ધૂળને,

એકાદ ગાયોના ધણની તરસ.


રામની મર્યાદાના અતિરેક પછી,

સીતાને સોનેરી હરણની તરસ.


"પરમ"તને પામવા મથતા "હું", ને,

એક માત્ર "પાગલ" પ્રણની તરસ.


Rate this content
Log in