STORYMIRROR

Kalpesh Vyas

Others Romance

3  

Kalpesh Vyas

Others Romance

તેણીની શેરીની યાદો

તેણીની શેરીની યાદો

1 min
978


એ હતો એનો દિવાનો,

તેણી હતી એની દિવાની,

એ પ્રકાશ તેણીના દીવાનો,

તેણી જ્યોતિ એના દીવાની.


એ તેણીની શેરીમાંથી,

સાઈકલ લઈને નિકળતો

તેણીના ઘર પાસે આવી,

ઘંટડી પણ એ વગાડતો.


ઘંટડીનો અવાજ તેણી પણ,

તરત જ ઓળખી જાતી,

સાયકલની ચેઈન તેણીના ઘરની,

સામે જ ઊતરી જાતી.


અંદરથી તેણી દોડીને,

દરવાજા સુધી આવી જતી,

પોતાની આંખોથી જાણે,

તેણી જાદું કોઈ ચલાવતી.


એ તેણીને જોતો રહેતો,

તેણી પણ એને જોતી રહેતી,

બન્નેનાં મનમાં જાગૃત,

પ્રેમની શિતલ હતી જ્યોતિ


એક વાર અણે કરી ઈશારો,

તેણીને મળવા બોલાવ્યો,

એટલામાં દરવાજા પર,

તેણીનો તગડો ભાઈ આવ્યો.


હવે આગળ શું થયુ ?

એ જાણવા માટે આતુર હશો,

કાં તો તમે હસતા હશો,

કાં તો ચિંતાતુર હશો !


Rate this content
Log in