તારી અપેક્ષા
તારી અપેક્ષા
1 min
14K
સાથ એવો આપજે કે છોડી ના શકુ,
ભાર એવો મૂકજે કે ઝુકી ના શકુ,
પ્રેમ એવો કરજે કે તૂટી ના શકુ,
દૂર જતી રહું તો અહેસાસ એવો આપજે કે દરિયો તરી શકુ,
હાથ એ રીતે પકડજે કે ડૂબી ના શકુ,
ઇમાનદારી એવી આપજે કે અતૂટ વિશ્વાસ મૂકી શકુ,
ઉમ્મીદ એવી આપજે કે સપના પૂરાં કરી શકુ,
બસ, સાથ એવો આપજે કે સાત જનમ પણ છોડી ના શકુ.

