સવારનું સૌંદયૅ
સવારનું સૌંદયૅ
ચાંદની વિદાયે પુષ્પોની ભીંજાય છે પલકો
આગમને ઊષાના હોષ્ટ પણૉના મલકે છે
આવે છે લહરીઓ મીઠી સવારે ચમનમાં
પલ્લવો હસે છે અને પુષ્પની આંખડીઓ રડે છે
ઊષાના રંગ લઈ , આંખડીના લૂછે છે આંસુ
આવવા ભૃમરને ચમનમાં પુષ્પો ઈશારો કરે છે
કમળની પાંદડીઓમાં કેદ થયેલા ભૃમરો
ઊષાના કિરણો વડે છૂટી , પુષ્પની પાંખડીએ બેસે છે
સવારની મીઠી પવનની લહેરીઓ, મધુર રેલાવી સંગીત
પંખીઓને મીઠા ગીતો ગાતા કરે છે
સાંજની ઉદાસી જોઈ, સુરજ અષ્ત થાય છે.
ગીત ગાતા પંખી, ફરી ઘર આવે છે
કમળની પાંખડી અને માનવીની આંખડીએ
સાંજને સથવારે સ્વપ્નો જે જોયા છે
પૢભાતની લહેરીએ સ્વપ્નો તે જ તૂટે છે
કલમ દોડે છે , ને કવિતણા હૢદય ડોલે છે
સવારની મધુર, નાજુક લહેરીએ
