STORYMIRROR

puneet sarkhedi

Others

4  

puneet sarkhedi

Others

સવાલો, મળે છે

સવાલો, મળે છે

1 min
23.6K

સવાલો કદી એ મવાલી મળે છે,

મહેફિલ માનો, શરાબી મળે છે.


સ્નેહી માત્ર, મારા સ્મરણ છે હવે તો,

અતીતે જમાનો ફરારી મળે છે.


સમી સાંજ, હદ પાર માની શકે છે,

તે ક્ષિતિજ સાથે, દમામી મળે છે.


હવે, ધારવાંની જગાઓ ન રાખો,

જરા રાહ સરગની, હજારી મળે છે.


ફરી કાગળે જીવ રેડી લખીશુ,

પત્તો શોધતા એ અનાડી મળે છે.


હવા હામ રાખી વસંતી થવાની,

ગમાડો નગરમાં ભરાડી મળે છે.


રહે 'નિત' આંખે જે છાંયા, રમણી,

છળી કાજળે સૌ, પસારી મળે છે.


Rate this content
Log in