સૂર્યોદય
સૂર્યોદય
1 min
13.6K
"સૂર્યોદય" હારતો નઈ કદી તું જીદગાનીથી, ચાલતો રે સતત તું આફતાબીથી, ઝેર આપે જગત કે ઝાંઝવા આપે, ગટગટાવી તું જા એ
ખાનદાનીથી,
જાળું કાંટાનુ બિછાવેલુ છે માર્ગે, ચાલ જે તું જરા ત્યાં સાવધાનીથી, મધદરિયે નથી જો એક પણ કેડી, પણ લુંટાઈ ઘણા જાઈ સુકાનીથી.
માનવી ઝેરથી પણ હોય ઝેરીલો, રોજ બદલે ચહેરો એ બુકાનીથી. થઈ જશે કાલ પુરી આ સફર તારી, ને ફરી થાય 'સૂર્યોદય' કહાનીથી.
