સરગમ
સરગમ
1 min
581
સરગમ વગરની જિંદગી જીવવામાં મજા નથી,
એ સાત સૂરના સૂર જેવુ બીજુ કોઈ નૂર નથી.
હું ચાલીને શું કરું, ઘણા માર્ગ છે વિકટના જીવનમાં,
સરગમના સાત સૂરો જેવી જ્યાં મજા નથી.
શોર શરાબાની આ ભીડમાં, આવું આખું ચમન ધરે,
હું સુંગધ લાવું કઈ રીતે, સરગમ વગર ત્યાં મજા નથી.
કોઈ ચાહે અગર તો ચણી શકે સપનું મુજ આંખમાં,
હું દિલની વાત કરીશ, સરગમ વગર કોઈ સપનું નથી.
જે થયું છે એ કેમ કહેવુ, જે નથી થવાનું, થશે નહીં,
આ દિલના દર્દ છે સરગમ વગર એની કોઈ દવા નથી.
શું લખું હું ‘ભાવના’ એ સત્ય, સરગમ વગર અધુરી છે,
આ સરગમ પ્રાર્થના મારી, અને જિંદગી છે કૈં ગુનો નથી.
