STORYMIRROR

Bhavna Bhatt

Children Stories Others

3  

Bhavna Bhatt

Children Stories Others

સરગમ બેટા

સરગમ બેટા

1 min
222

સરગમના સાત સૂર રેલવી દીધા એવી,

સૂરની પરી મારી વ્હાલીનો જન્મ દિવસ છે,

જેના સ્પર્શથી ઘરની રોનક બદલાઈ છે,

આજે મારી લાડલીનો જન્મ દિવસ છે.


બે કુળની શોભા વધારી,

હસતો ચેહરો રાખી દિલ જીતી લીધા બધાનાં,

જરૂર પડે તો માની જેમ ગુસ્સો કરી,

પ્રેમ સમર્પિત કરી ધ્યાન રાખી વહાલના મોતી વેરતી,

એવી મારી પ્યારી દીકરીનો જન્મ દિવસ છે.


બધાને એક દોરમાં બાંધી લાગણીના તારમાં જડી દીધા,

જેણે પ્રિત કેરા પાલવમાં બાંધી લીધા,

એવી અમારી લાગણીના ખજાનો,

સરગમનો જન્મ દિવસ છે.


સારા કર્મોના ફળ રૂપે મળેલુ,

આ અણમોલ રતન એ ઈશ્વરની ભેટ છે, 

ઈશ્વરની કૃપાથી અમારો જીવન બાગ મહેંકાવી દીધો,

એવી નાજુક પરીનો જન્મ દિવસ છે.



Rate this content
Log in