STORYMIRROR

Devanand Jadav

Others Romance

3  

Devanand Jadav

Others Romance

સ્પંદન

સ્પંદન

1 min
991


આજ તને શું મોકલું, થોડા સ્પંદનો મોકલું સજન રે,

ફૂલોની જીદ હતી ઝાકળના બુંદો મોકલું સજન રે.


આમ તો ભીડ વચ્ચે અટવાઉં છું, અન્ય થા ભીતરે,

દિવસે થોડા, રાત્રે થોડા વહાલો મોકલું સજન રે.


લખું છું તમે કહો એ જ પડઘાય છે ગઝલમાં મારી,

એકલ સાંજે હૃદયેથી થોડા સંવાદો મોકલું, સજન રે.


શ્વસે આ ઘડી, આ સમય, અને વિશ્વ મારા જહનનું,

વિરહમાં તારા ગણેલા થોડા અંતરો મોકલું, સજન રે.


આંખો બંધ છે સતત, સમણાં ઓ જાગે છે અવિરત,

જન્મે છે તું રોજ એ થોડા અવતારો મોકલું, સજન રે.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ