સપનાં વિનાની રાત
સપનાં વિનાની રાત

1 min

35
સપનાં વિનાની રાત નથી ગમતી,
ઉમંગ વિનાની સવાર નથી ગમતી.
લોકડાઉનમાં માણસાઈ ખોવાઈ,
એનાં લીધે રોજગારી ખોવાઈ.
અમીર,ગરીબોને તો વાંધો ના આવ્યો,
મધ્યમવર્ગને ખૂણે રોવાનો વારો આવ્યો.
આ મહામારીએ તો લીધો ભોગ,
કેટલાયના સપનાંનો લીધો ભોગ.
આંખોથી દૂર રાતનાં સપનાં થયા છે,
ભાવના ભરેલાં હૈયાં ટૂટી ગયાં છે.
આવી ગઈ રાત જીવનમાં અંધારી,
પણ સપનાં વિનાની રાત અંધારી.