STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સંયમ

સંયમ

1 min
484

ધન્ય જીવન છે એનુ, સંયમ છે જેનુ મન,

સત્ય વચનનુ પાલન થાતુ, 

કટુ વચન કદી ના ઉચરતુ,


મંગલ થાશે તેનુ, સંયમ છે જેનુ મન,

કુડુ કરવા કોઈનુ ન ચાહે, 

ચાલે સદા જે સાચા રાહે,


વંદે સુર, ગુરુ, ધેનુ સંયમ છે જેનુ મન,

દસ દિશ વાગે એના ડંકા,

સૂર પગ પૂજે જરી નવ શંકા,


નિશાન ઉડે નિર્ભેનુ, સંયમ છે જેનુ મન,

ભાવના એ જીવન ધન્ય છે,

એના તન, મન, ધન પાવન છે,


જન્મ, મરણ, દુઃખ શેનુ, સંયમ છે જેનુ મન,

નિર્મળ, સંયમ નર પાસે નારી સંરક્ષણ ભાળે છે.


Rate this content
Log in