સંતોષ
સંતોષ
1 min
18
આ જિંદગી સંતોષથી ભરેલી છે,
સંતોષ મનથી ઘરમાં સુખ શાંતિ છે.
ખિલતું ચહેરા ઉપર સંતોષનું સ્મિત છે,
જોઈને લોકો પ્રસન્નતા અનુભવે છે.
ભાવના ભર્યા દિલનુ સંતોષ ઘરેણું છે,
સંતોષી માણસો જિંદગીની દિશા બદલે છે.
સંતોષનાં પગલે બધું ભેગું થાય છે,
દિવસ-રાતની ચિંતાઓ દૂર થાય છે.
સંતોષ જ માણસનું સાચું ધન છે
સંતોષથી આશા બધી પૂરી થઈ છે.
