STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

સમજ

સમજ

1 min
27.6K


તું મારી ધડકનોનાં રાજને સમજ

પડતા પગલાંઓની આશને સમજ


ઝાકળ થઈ જે ટોચ ઉપર બેઠો છું

એ લીલા લીલા ઉગેલા ઘાસને સમજ


હકીકત બની પ્રગટ થા એ પહેલાં

અંતરમાં ઉગેલા આભાસને સમજ


હવે તો મૃગજળ આપે તોય પી જાઉં

હવે તો મારી અંદરની પ્યાસને સમજ


એક તુજ સ્નેહની જુગલબંધી ચાહું

તું શ્વાસોની વીણાના રિયાઝને સમજ


જીસમને જોઈને નથી થયો આ ઈશ્ક

તું રૂહના પાવન અહેસાસને સમજ


રોજ "પરમ" ઉમળકા પેશ કરું હું

કોક'દી તો "પાગલ" પ્રયાસને સમજ


Rate this content
Log in