STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

2  

Ramesh Patel (Aakashdeep)

Others

સિંહ રાજા જ બોલ્યા

સિંહ રાજા જ બોલ્યા

1 min
19

સિંહ રાજા જ બોલ્યા…વ્યંગ કવન

છંદ– ભુજંગી


ભરીને સભા સિંહ રાજા જ બોલ્યા

તમે શું સમાચાર જાસૂસ લાવ્યા

અહીંથી ગયા માનવો સાથ છોડી

જણાવો બંધુના હાલ કેવા?

 

સુણો રાજ, વાતો નિહાળી જ આંખે

ધરી વેશ સજ્જનત ઘૂમતા એ

ઠગે સિફતે ચાલ ચાલી ભલાની

મહાલે બની લોક નેતા રૂઆબે

 

થયા માનવો દાનવો વેર ભૂખ્યા

સમૃધ્ધિ વધી સ્નેહના વેણ સૂક્યા

ન લાગે જ કોઈ શર્મ ધર્મ ઓથે

હણે એ કરીને ધડાકા જ ચૌટે

 

કળી કાળ ચાલે થઈને સવાયો

મળે નીર જો દોકડા દો તમે તો

ગઈ આજ સંવેદના તો સંતાઈ

કહે આવ પૈસા થકી તો સગાઈ

 

ચઢી વ્યોમે ઊંચે મથે માપવા એ

રહે કોણ પાડોશમાં ના તથા લે

ગઈ ગૃહમાંથી જ છૂટી મર્યાદા

'દિ ધોળે જ લૂંટાય લોકો ઘરોમાં

 

જગે કોણ મોટું? જંગલી સદીમાં

ગયા આપણે ઈલકાબો જ હારી

કહું દુઃખ સાથે થયા એ વિજેતા

ગયા રાજવી ઈલકાબો વનોના

 

હવે આશ કોઈ જ પાકે જ ગાંધી

અહિંસા થકી એ જગાવે જ આંધી

 

સુણી વાત દે સિંહ રે તાવ મૂછે

વ્યથા વેર પાઠો જ શીખ્યા વધારે

ન લાભ્યા જુઓ સાથ છોડી અમારો

રે પાછા વને માનવો રે પધારો(૨)


રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in