STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

શું તકલીફ છે?

શું તકલીફ છે?

1 min
10


*શું તકલીફ છે?*


આજનાં સમયમાં,

શું તકલીફ છે?

એવું નાં પુછી શકાય

નહીંતર પંચાતિયા કહે છે.


શું તકલીફ છે?

એવું પણ કોઈને કહેવાય નહીં 

નહીંતર મીઠું, મરચું ભભરાવી 

દુનિયામાં ઢંઢેરો પીટાઈ જાય છે.


ભાવના એવાં ખભા નથી મળતાં 

કે નથી દુઃખ સાંભળનાર વ્યક્તિ 

આજે તો પ્રચારકો મળે છે 

દુઃખી નાં આંસુ લુછનારા ક્યાં છે?


આજનાં માહોલમાં જુઓ તો

હર એક ને નાની મોટી તકલીફો છે

પણ સાથ આપનાર મળતાં નથી 

એકલાં હાથે લડવું પડે છે..

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖


Rate this content
Log in