શ્રધ્ધા
શ્રધ્ધા
1 min
1K
પૂજાના પરિપત્રો લઈ મા, આવી તારે દ્વારે,
શ્રધ્ધા દીપ લઈ ધરૂ તુજ ચરણે, આવી તારે દ્વારે.
અમી વરસે તુજ આંખલડીમા, હોઠે આશિર્વાદ મા,
હૈયે તારા હેત તણો, શ્રધ્ધા ઉછળે અમાપ મા.
મમ, અંતરના અણુ અણુમાં, સભર ભર્યા છો આપ,
વિશ્ચેશ્ચરી વંદન કરી વિનવું, ટાળો ત્રિવિધના તાપ.
ધન્ય થયાં મુજ આતુર નયનો ધન્ય થયો અવતાર,
દર્શન દિવ્ય દીધાં, ગાઉ તારો જય જયકાર.
દિવ્યવદન દિવ્યાભૂષણને દિવ્યતેજ શૃંગાર,
દિવ્યાયુધ ધર્યા અષ્ટભૂજે મા, તેજ તણા અંબાર.
જગપાલની રક્ષિણી, સંહારિણી, અધમ ઉદ્ધારિણી મા,
ભવભય હારિણી, શુભ વરદાયિની મંગલમયી રે મા.
