શોધ
શોધ
1 min
465
ખોળતા ખોળતા પ્રભુને ભાળ્યો
પર્વતશિખરે સ્મિત વેરતો ભાળ્યો
શોધતા શોધતા સરોવર ભાળ્યું
સરોવર નીરે પ્રતિબિંબમાં ભાળ્યો
ભમતા ભમતા વન જંગલમાં
ઊંચા વૃક્ષોની ટોચે ભાળ્યો
ફરતા ફરતા સાગર તટે
સાગરનાં મોજામાં ભાળ્યો
ઉડતા ઉડતા અંબર ઓવારે
વાદળો અને વીજમાં ભાળ્યો
ભાનુ મયંક તારી બે આંખો
ખભા તારા ફેલાય ગિરિમાળામાં
સહસ્ત્ર બાહુ અનંત આકાશે
ચરણ તારા સાતમે પાતાળે
જ્યાં જ્યાં નજર મારી ફરે
વિરાટ સ્વરુપ તારું નિહાળું
નર નારાયણ રુપે તું દેખાયો
સુક્ષ્મ રુપે તું મુજમાં સમાયો .
