STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

સહિયર મોરી ઉડાડો રે ગુલાાલ

સહિયર મોરી ઉડાડો રે ગુલાાલ

1 min
187

અવનિ અંબર દીસે ખુશહાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

હોળીનો રંગ લાલ

મીઠી આ છેડછાડ

શીતલ વાસંતી વાયરાના વ્હાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

કેસૂડાના આ કામણ

ઝીલે કાયાના દામન

રંગું રંગાવું કોઈના રંગમાં રે લાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

મસ્ત મસ્ત છે મંજરી

સૂણે રાધા રે બંસરી

હૈયાના સાદે કુદરતે છેડ્યા રે સાજ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

મીઠો મેળે મલકાટ

ઢોલે ધબકે રે લાડ

સ્નેહના સરવૈયે ઝૂમજો  સંગાથ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ

 

ભેરૂ ભેટતા ઠેર –ઠેર

સમશે આ વેરઝેર

રણકે ભીના સંગીત નવોઢાને ગાલ

સહિયર મોરી ..ઊડાડો રે ગુલાલ


Rate this content
Log in