શિવરાત્રી...
શિવરાત્રી...
1 min
717
પૂજાના પરિપત્રો લઈ આવી, ઓ ભસ્મધારી શંભુ,
શિવરાત્રીનો મહિમા મોટો, ગુંજે જય ભોલેનો નાદ.
ૐ શિવ શંકર, જય હો ભસ્મધારી,
વદન મનોહર કર ડમરુ ધારી.
શિવરાત્રીને સોમવારનો દિવસ,
સોનામાં સુગંધ ભળી ભોળાનાથ.
ધન્ય થયાં આજે શિવરાત્રીમાં હર નર નારી,
નમીએ વારંવાર ઓ ભસ્માંગ, ત્રિપુડધારી.
દેવોના દેવ મહાદેવનો મહિમા છે મોટો,
ભસ્મધારી શંભુનો શિવરાત્રી એ નીકળે વરઘોડો મોટો.
જટાજૂટમાં ગંગાધરા, શોભતી કંઠે રુણ્ડમાલા,
સુખકર, દુઃખહર તાપ ત્રિવીધહર ભસ્મધારી.
