STORYMIRROR

KANAKSINH THAKOR

Others

4  

KANAKSINH THAKOR

Others

સૌ બોલે છે ઈંગ્લીશ

સૌ બોલે છે ઈંગ્લીશ

1 min
198

આજે મા સાથે માશી મળીને બની ગઈ ગુજલીશ 

આજ સૌ બોલે છે ઈંગ્લીશ,


ઈંગ્લીશ સૌ બોલે છે લોકો ખોટી પાડવાં ઈમ્પ્રેશન 

ઈંગ્લીશમાંને ઈંગ્લીશમાં બાળકોમાં આવ્યું ટેન્શન  

ઈંગ્લીશનાં વાયરે આપણે થયાં આજ સાવ ફૂલીશ 

આજ સૌ બોલે છે ઈંગ્લીશ,


માતૃભાષાનો અખૂટ શબ્દ ભંડોળને ગયા છે ભૂલી

આજે આપણે બાળકનાં ભણતરમાં બનાવી શૂળી 

બાળકોને માતૃભાષામાં શિક્ષણ દેવાની લો પ્રોમિસ 

આજ સૌ બોલે છે ઈંગ્લીશ,


અંગ્રેજીની લાયમાં બાળકો ભૂલશે મૂલ્યો, સંસ્કૃતિ 

ઈંગ્લીશમાંને ઈંગ્લીશમાં બાળકોમાં આવશે વિકૃતિ

આજથી લો પ્રણ હું ગુજરાતી ભણીશ ને બોલીશ

આજ સૌ બોલે છે ઈંગ્લીશ.


Rate this content
Log in