STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

સાયબી

સાયબી

1 min
469


સાયબીનો ફાંકો તારો, સાયબીનો ફાંકો,

થશે જોતજોતામાં ઝાંખો, તારો સાયબીનો ફાંકો.


મૂઠી ચપટી મૂડી થાતાં, તને સહુ તુચ્છ જણાતાં,

રહેતો તુ આડંબરમા, તારી સાયબીનો ફાંકો.


તુજ તને ગણતો ડાહ્યો, કયાંય ટકે ના તારો ભમરો,

સૂટબુટમા ફરતો ફડફડ, તારો સાયબીનો ફાંકો.


મોંઘી ગાડી લાવી પાડે તુ તો વટ,

સોનાના, હીરાના ઘરેણાં પહેરી કરે તુ તો વટ.


તારી જી-હજુરી ના કરે એનુ કરે તુ અપમાન,

તારી કરે "વાહ" એ જ સારો, તારો સાયબીનો ફાંકો.


ભાવના આ દો રંગી દુનિયાનો તમાશો,

સાયબીની દુનિયામાં ગરીબ છે બદમાશો.


Rate this content
Log in