સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત
સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત
સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત,
કોરોના નામે રોગે મચાવ્યો હાહાકાર,
આખી દુનિયામાં લોકો છે ત્રાહિમામ,
તમે બચવા મોઢા પર રાખો માસ્ક,
બાળકો કરે વિચાર કેવું હોય માસ્ક,
જાણો તેના વિશે તમે થશો સાવધાન,
સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત,
માસ્ક છે કપડાનો નાનો ટુકડો,
પણ છે તેની જુદીજુદી જાત,
એન પંચાણુ તો રોકે જીવાણું,
માસ્ક જ બનાવશે જીવન સુહાનુ,
સાદા કપડામાંથી બને છે માસ્ક,
તેનાથી ઢાંકો તમારુ મો અને નાક,
સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત,
માસ્ક પહેર્યાં વગર ન નીકળતા,
નીકળ્યા તો બસ્સો ના પાંચસો,
પાંચસો ના થશે એક હજાર,
સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત,
તમે તમારા ગામમાં જઈ કરો પ્રચાર,
લોકોને સમજાવો પહેરે સદા માસ્ક,
કોરોનાથી બચવાનો માસ્ક જ ઈલાજ,
નહીંતર કોરોના નો બની જશો શિકાર,
સાંભળો બાળકો કહું તમને માસ્કની વાત.
