STORYMIRROR

KAVI SHREE MARUTI

Others

3  

KAVI SHREE MARUTI

Others

સાક્ષાત 'માં' છે...!

સાક્ષાત 'માં' છે...!

1 min
208

જો ઓળખો તો કૃષ્ણ તમારા હાથમાં છે !

ન ઓળખો તો ખોજો તમારી જાતમાંં છે,


સ્મરણ કરો છો એ કે'વાની શું જરૂર ?

મને ખબર છે કૃષ્ણ તમારી વાતમાં છે,


જેવા દેખાવ છો તમે બધાને દિવસે..

રૂપ એવું તમારૂં અંધારી રાતમાં છે,

 

આપ્યો આ જન્મ કેટલા અવતાર પછી ?

દ્રષ્ટિ કરો એ સ્ત્રી તમારી સાક્ષાત 'માં ' છે.!


ગાઈ શકો તેમ નૃત્ય પણ કરી શકો..

કષ્ટ બધું જ કલાની શરૂઆતમાં છે..


સંપ 'ને સંબંધ 'મારૂતિ' કેવો રાખવો ?

તેનો આધાર ત્યાં રહેેેતા ભાડૂઆતમાં છે.


Rate this content
Log in