STORYMIRROR

Umesh Tamse

Others Tragedy

3  

Umesh Tamse

Others Tragedy

રંગાઈ ગઇ

રંગાઈ ગઇ

1 min
441


બધી લાગણી એની સમજાઈ ગઇ,

એ બીજાનાં રંગે જો રંગાઈ ગઇ.


ખબર ના પડી મારા દિલને કદી,

કે કયારે એ વાતોમાં વર્ણાઈ ગઇ.


મને એકલો મૂકી ગઇ જ્યારથી,

ઉદાસી મને મારી ઘેરાઈ ગઇ.


થયો ના જીવનમાં હું જ્યારે સફળ,

પછી જાત સૌ એની વંચાઈ ગઇ.


હતી ક્યાં મને લાગણી એની પર ?

છતાં પ્રેમની ગાંઠ બંધાઈ ગઇ.


Rate this content
Log in