Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Others Romance

4.5  

Sheetal Bhatiya

Others Romance

રંગ

રંગ

1 min
518


તું ને હું આવ્યા પાસ-પાસે,

રસવંતા હાસ્યે હસતાં હસતાં !

અદમ્ય તલ્લીન થઈ વસ્યા હૃદયે,

એકમેકના શ્વાસે શ્વસતા શ્વસતા!

છવાઈ જાય એવો ,

એક રંગ તારો ને એક રંગ મારો !


દિલ ખોલીને એક એક ઢગલાબંધ,

વાત કરી લઉં બધી જ તને !

જ્યાં માથું મૂકી હૈયું ઠાલવી શકાય,

એ ખભ્ભો મળી જાય મને !

છવાઈ જાય એવો,

એક રંગ તારો ને એક રંગ મારો !


સ્મિતે ગુલાબી, પ્રેમરક્તે લાલ,

મૈત્રીથી ખુશીએ પીળો !

પ્રગતિએ કેસરી, મસ્તીભીનો સોનેરી,

મનહર મન તો લીલો !

છવાઈ જાય એવો,

એક રંગ તારો ને એક રંગ મારો!


સંબંધ રંગોની મહેફિલ તો આમ જ,

સદા ચંચલ થનગનતી રહી ચાલતી !

રંગ લાગ્યો તારી પ્રીતનો એવો ,

કે’ મારા વિશ્વમાં તો તારા જ સ્નેહની સરવાણી મ્હાલતી!

છવાઈ જાય એવો,

એક રંગ તારો ને એક રંગ મારો !


મિલનમાં તો હું તુજ સંગે રહું નિખાલસે ભલે !,

વિરહમાં પણ હોય તેવો જ ઉમંગ !

શમણાંમાંયે થાઉં નિત્ય રમ્ય પ્રિયે !,

રસતરબોળ કરી દે ‘સ્વપ્નીલ ‘ ના ,

મનતરંગને એવો એ રંગ !

છવાઈ જાય એવો,

એક રંગ તારો ને એક રંગ મારો !


Rate this content
Log in