STORYMIRROR

Shaimee Oza

Others Romance

3  

Shaimee Oza

Others Romance

રંગ

રંગ

1 min
429


રંગ......

રંગથી રંગ મળ્યા દુનિયા રંગીન થઇ,

લબ્સ તારા નામે પ્રણય દિલએ ચોળી ગઈ.


દિલની વાત કરી લેવી,

જીંદગીને પ્રેમમાં તારા રંગી લેવી,

પ્રેમ નશો છે, મજાનો,

તુજ વિરહ છે, સજાનો.

વાતોમાં તારી રંગાઈ,

આંખોમાં તારી ડુબી ગઈ.

લબ્સ તારા નામે પ્રણય દિલએ ચોળી ગઈ.


નથી રંગ તોય અમે તો રંગાયા,

દિલથી દિલ મળી ગયા,

વાતોમાં એવા ફસાયાં,

તને હકીકત સમજી બેઠાં,

લબ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ


લબ્સ નાદાન છે હજી,

ચાહતની હકીકતથી અંજાન છે હજી,

તને પામવાના સમણાં સજાવી,

લબ્સ સમણાંથી જીંદગી સજાવવા,

લબ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ,


પ્રેમનો રંગ એવો મજાનો,

આશીકને કરી દે દિવાનો,

આ સ્મિત આંખોની માસુમિયત,

બની ગઈ આ ઘાયલની કેફીયત,

તારી મારી પ્રિતના પુરાવા રંગ

તે કેવા આપી ગયા,

અભાગ્યા અમે આસુ સારતા રહી ગયા

લ્બ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ


Rate this content
Log in