રક્ષાબંધન
રક્ષાબંધન

1 min

35
છે પર્વ પ્યારનું,
ભાઈ-બહેનનાં સ્નેહનું,
કાચા સૂતરને તાંતણે,
બેની વ્હાલ બાંધે છે ભાઈને,
ને કરે છે કામના દીર્ધાયુની
બંધાય છે ભાઈ પણ,
બેનીનાં રક્ષાકવચે,
પૂરે ઈતિહાસ પણ ગવાહી,
વિપદા પડી જ્યારે બેનીને,
દોડી આવ્યો છે વ્હાલો ભાઈ,
નથી કોઈ નફા-નુકસાનની વાતો,
પ્રેમનો છે આ અતૂટ નાતો,
લાગણીઓનો છે આ દસ્તાવેજ,
છે જેમાં ભાઈ-બહેનનાં હસ્તાક્ષર,
રહે ચાહે દૂર કે પાસ,
હોય હંમેશા મંગલની આશ,
અંતરતમ અંતરથી નીકળે,
ભાઈ માટે લખ-લખ દુઆઓ,
છે બસ પ્રેમનું બંધન,
આ જ છે રક્ષાબંધન !