રાધાને તરસાવી જાણે છે
રાધાને તરસાવી જાણે છે
1 min
13.6K
સૂરજ ક્યા કોઇનુ માને છે,
બસ, એ તાપ વરસાવી જાણે છે.
ચન્દ્ર તો શીતળતામા માને છે,
બસ, ચાન્દનીને પ્રીત કરી જાણે છે.
મેઘ તો વરસી જવામા માને છે,
બસ, ધરતીને હરિયાળી કરી જાણે છે.
સમુન્દ્રા તો ભરતી ઓટમા માને છે,
બસ, એ તો વહેવાનુ જાણે છે.
વ્રુક્ષો તો ઘટાદાર થવામા માને છે,
બસ, બીજાને છાયો આપવામા માને છે.
ઝરણુ તો સદા વહી જવાનુ માને છે,
બસ, મીઠાશ વહેચવાનુ જાણે છે.
ક્રિષ્ના તો રાસલીલામા માને છે,
બસ, રાધાને તરસાવી જાણે છે.

