પરોઢ
પરોઢ
1 min
257
આ પરોઢ પૂજામાં આયખું આખું વહી ગયું,
બંદગી કરી કરીને આ જીવન વહી ગ્યું,
પરોઢ પૂજાથી દિલમાં શાતા વળી ગઈ,
બંદગીથી ખુશીઓ પરિવારને મળી ગઈ.
જે હોઠે તે ભાવનાથી કહ્યું ઈશ્વરને,
આંસુઓ છુપાવી બંદગીથી માગ્યું ઈશ્વર કને.
પરોઢ પૂજામાં તન,મન,ધન અર્પણ કર્યું છે,
ત્યારે બંદગીનાં મીઠાં ફળ મળ્યા છે.
જે ગયું તારું હતું જ નહીં એ પરોઢિયે સમજાયું,
આપણું તો કૈ નહીં ગયું એ બંદગીથી સમજાયું.
પરોઢ પૂજાથી જીવનમાં એકગ્રતા આવી છે,
બંદગી કરવાથી જિંદગીમાં વિશાળતા આવી છે.
