STORYMIRROR

Dr Sejal Desai

Others Romance

3  

Dr Sejal Desai

Others Romance

પ્રણયનું ગીત

પ્રણયનું ગીત

1 min
771


કાન્હાની મુરલી છેડે મધુર સંગીત

યાદ આવે એને રાધાની પ્રિત !


યમુના કિનારે ગુંજતી હતી વાતો અગણિત

રાધા સંગ છેડ્યું હતું પ્રણયનું ગીત !


રાધાનો ગોરો વાન અને આંખો કરે મોહિત

યાદ આવે એને રાધાનું મધુર સ્મિત !


હવે ક્યાં શોધવી તને રાધા, કરે પોકાર તારો મિત

યાદ આવે એને હવે એ દુનિયાની રીત !


Rate this content
Log in