STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Classics Inspirational

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Classics Inspirational

પરમ ઘટના..

પરમ ઘટના..

2 mins
14.2K


ખુદ મહીં જ ખુદને ખોળું હું બેખુદ બની

સાગરને માપું છું નાની અમથી બુંદ બની

ભેદ - ભરમ ભીતરના તો એમ કરીને ઉકેલું 

ખુદ જ પ્રશ્ન પૂછું હું ખુદને, ખુદ ઉત્તર બની 

આથમતા સૂરજની વ્યથાને સ્મિતમાં ભરી 

ઊગું સવારે રોજ રોજ નવું આયોજન કરી 

પડું આખડું મૌનની ખીણમાં શિખર ચડવા 

દિલાસા આપું ખુદને ખુદની જ પીઠ થાબડી 

સંબંધો જાળવવાનો ભાર હળવોફુલ કરવા

સંઘરાઈ રહું ભીતર લાગણીનો પથ્થર બની 

ઊડું અનિલ ઈશારે પ્રીતિની પાનખરમાં સદા 

ટહુકો બની ગુંજુ ભીતર, ભીતરની વસંત બની

"પરમ" ઘટના બની ચર્ચાયો ખુદના મૌનમાં 

ને ઘૂંટાયો ઘટના શુન્યમાં "પાગલ" શબ્દ બની


Rate this content
Log in