STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

પરમ દર્દની દાસ્તાન

પરમ દર્દની દાસ્તાન

1 min
462


શ્યામ !

શ્યામ તારી રાહ જોઈ છે જોવ છું અને જોતી રહીશ

યુગો સુધી વિરહની શીતલ આગમાં બળતી રહીશ


સમયની આગમાં રાખ થઈ રોજ તારા ઇંતજારમાં

નવા નવા રૂપ ધરીને હર યુગમાં નીખરતી રહીશ


મહેફિલોમાં મુસ્કુરાઈ ને જીવી લઈશ કાયમ માટે

એકાંતમાં એકલી રોઈને દિનરાત તડપતી રહીશ


તારા થકી મળેલા ધાવ ઉપર ફૂલો બિછાવિ દીધા જો

તનહાઈમાં ઝખ્મોને આંસુના તોરણથી શણગારતી રહીશ


સૂરજની પ્રથમ કિરણથી જ રોજ તારા દિદારની આશ

અંતિમ શ્વાસ સુધી દીલ પર પત્થર રાખી જીવતી રહીશ


પાંપણમાં સંઘરી છે પ્રેમથી "પરમ" દર્દની દાસ્તાન

તું નહિ મળે ત્યાં સુધી "પાગલ" બની ભટકતી રહીશ


Rate this content
Log in