STORYMIRROR

Sargam Bhatt

Others Romance

5.0  

Sargam Bhatt

Others Romance

પ્રેમ થઈ ગયો

પ્રેમ થઈ ગયો

1 min
1.7K


તને પેહલી વાર જ્યારે જોયો હતો,

ત્યારથી જ મને તારાથી પ્રેમ થઈ ગયો હતો.


તારી એ નશીલો આંખોના ઈશારા,

અને એ ઈશારામાં તારો છલકાતો પ્રેમ,

મને એ ક્ષણથી જ પ્રેમ થઈ ગયો.


તારું એ સુંદર સ્મિત, અને એ સ્મિતમાંથી

રેલાતો તારો નિર્દોષ પ્રેમ,

મને તારા એ સ્મિતથી પ્રેમ થઈ ગયો.


મને આમ મીંટ માંડીને જોઈ રહ્યો હતો,

ત્યારે મને એ જોઈને તારાથી પ્રેમ થઈ ગયો.


મારી માટે કંઈ પણ કરી શકે એવા,

તારા વચનોથી મને પ્રેમ થઈ ગયો.


મારા દુઃખમાં દુઃખી થાય અને મને,

ખુશ કરવા માટે બધું જ કરી શકે છે.

એ વાતના અહેસાસથી તારાથી પ્રેમ થઈ ગયો.


તારા વ્યસ્ત જીવનમાંથી મારી સાથે,

આમ નવરાશની પળો માણવા આવે છે,

ત્યારે મને તારાથી પ્રેમ થઈ જાય છે.


આજે આમ તારી માટે કંઇક નવું લખતા,

દિલમાં ઉઠતી એ ઊર્મિઓ સાદ પુરાવે છે કે,

મને ફરીથી તારાથી પ્રેમ થઈ ગયો.


તારા આમ પ્રેમ ભરેલા વર્તનથી,

સરલ બનતી આપણી આ જિંદગીથી,

મને ફરી એક વાર પ્રેમ થઈ ગયો.


Rate this content
Log in