પ્રેમ સુંદર જોઈએ
પ્રેમ સુંદર જોઈએ
1 min
26.8K
પ્રેમમાં ના કોઈ અંતર જોઈએ,
પ્રેમ પણ સામે દિલાવર જોઈએ.
એક બીજાને થતાં હો ચુંબનો,
તો બદનમાં સ્પર્શ અત્તર જોઈએ.
હૂંફ બન્નેની પરસ્પર જોઈએ,
શ્વાસ બેના ખાસ સધ્ધર જોઈએ.
જેમ રગરગમાં નશો ભળતો રહે,
હાશકારો ખાસ ભીતર જોઈએ.
જેમ સાગરમાં નદીઓ ઘૂઘવે,
શ્વાસની સરખી જ હરફર જોઈએ.
એક બીજામાં ભળી ગ્યા બાદ તો,
લાજ જેવું ખાસ વસ્તર જોઈએ.
પ્રેમમાં જીતાડવા બન્ને તરફ,
રૂપ નૈ પણ પ્રેમ સુંદર જોઈએ.

