પ્રાર્થના
પ્રાર્થના


આનંદ ધન જ્યાંથી મળે એ પ્રાર્થના સાચી,
પળ શાંતિની જ્યાંથી ખળે એ પ્રાર્થના સાચી.
આવે મુકામો જિંદગીમાં સુખ અને દુ:ખના,
વિશ્વાસ દિલ જ્યાંથી કળે એ પ્રાર્થના સાચી.
દિવસો ભલે ના એકસરખાં વીતતાં હૈયે,
ઈર્ષા ખરે જ્યાંથી વળે એ પ્રાર્થના સાચી.
આવે કદી ના સ્વાર્થ સરનામું લઈ દિલમાં,
ને ભાવના જ્યાંથી ભળે એ પ્રાર્થના સાચી.
આંખો ઉઘાડી હોય કે એ બંધ નેત્રો હોય,
ઈશ્વરમાં જ્યાંથી ફળે એ પ્રાર્થના સાચી.
અંતર બનીને શુધ્ધ મેલો ભીતરી કાઢી,
એ સત્યને જ્યાંથી લળે એ પ્રાર્થના સાચી.
દુર્ગુણ બધાં ત્યાગી શકે જે ઉર ઠસેલા હો,
નિર્મળ બની જ્યાંથી ગળે એ પ્રાર્થના સાચી.