પનિહારી
પનિહારી
1 min
1.1K
ભોર ભઈ પાણી ભરવા હાલી પનિહારી,
શિર રૂપલા ઘડુલે ઉષા કિરણે ચમકે પનિહારી.
ગરવા ગહન સ્વરૂપે ચાલી, અકળ કળા ના કળાય,
અમી ભરી એ આંખડીયોમાં અમૃત શે કળાય.
એના તેજ કિરણોમાં ભીંજે, આખી ધરણીનો રંગ,
પનિહારીની આોઢણીયે શોભે આસમાની રંગ.
ઝીણાં, ઝીણાં ઝાંઝર ઝમકે એની ચાલે,
ઘૂઘરીનો ઘમકાર ઘમકે એની ચાલે.
ગરવી, ગુર્જર નારીના શીરે શોભે,
સેંથલડે સિંદુર એના શીરે શોભે.
ઝીલ્યા ઝીલાયે ના ઉર, ભાવના કેરા પૂર રે,
ઉર છલકાય સખી, મન ઉંમગના હિલોળે રે.
