STORYMIRROR

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

... પડે છે...

... પડે છે...

1 min
27.7K


ભગવાન કરતાં મંદિર મહત્વનું બને ત્યારે 
ધર્મને  આૅકિસજન પર જીવવું.... પડે છે. 

શિક્ષણ કરતાં સત્તા,મહત્વની બને ત્યારે
કેળવણીને કેદખાના માંથી મુક્ત કરવી...પડે છે. 

રાજકારણ કારણ વગર હત-પ્રત બને ત્યારે 
પ્રજાને વગર વાંકે શોષાવું ........પડે છે. 

કુદરતનો પ્રકોપ કાબુ બહાર બને ત્યારે 
માનવતા જન્મતી નજરે..... પડે છે. 

પ્રેમી પંખીડા મોસમમાં મસ્ત બને ત્યારે 
યૌવન હિલોળે ચડેલું નજરે.... પડે છે. 

ઠોંગી ધૂતારાઓ  બળવાન.... બને ત્યારે 
સમાજે જાગૃતતા દાખવવી..... પડે છે. 

ધર્મ  પર ઝાળા બાઝે એવું... બને ત્યારે 
અવતારે પૃથ્વી પર અવતરવું.... પડે છે.


Rate this content
Log in