તહેવાર છે
તહેવાર છે
1 min
7.0K
ભાઈ-બહેનના પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમનો, આ તહેવાર છે.
દિવ્ય ને ભવ્ય પ્રેમની અભિવ્યક્તિનો શુધ્ધ, આ તહેવાર છે.
હૂંફ, સ્નેહ સાથે અંત:કરણની લાગણીનો, આ તહેવાર છે.
શ્રાવણી પૂનમે પ્રેમ સાથે હૈયાથી ઉજવાતો, આ તહેવાર છે.
નથી ઉંમરનો બાદ છતાં ભાવથી ઉજવાતો, આ તહેવાર છે.
નથી મોહતાજ છે તેમાં સૂતરનો ભાવ, આ તહેવાર છે.
નથી દિન રજાનો કે તહેવારનો મૂલ્યનો, આ તહેવાર છે.
સંસ્કૃતિની ભવ્યતાને દિવ્યતાથી ઉજવાતો, આ તહેવાર છે.
સૂરજમાં આગ,ચંદામાં દાગ પણ રક્ષામાં ભાવ, આ તહેવાર છે.
નથી તકરાર, નથી વહેવાર, છલકતા પ્રેમનો, આ તહેવાર છે.
હોય પાસ કે હોય, દૂર અવિરત સ્નેહનો, આ તહેવાર છે.
કાચા સૂતરના, તાંતણે બંધાયેલો રક્ષાનો, આ તહેવાર છે.
નિર્મળ, નિર્વ્યાજને સાશ્વત, અતૂટ પ્રેમનો, આ તહેવાર છે.
ન મેસેજ સે, ન કોલ સે, સાક્ષાત દિલ સે ઉજવાતો, આ તહેવાર છે.