STORYMIRROR

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

થાય છે...!!

થાય છે...!!

1 min
13.3K


માનવીને ક્યારેક તો કોઈનાથી પ્રેમ થાય છે.
હદ વટાવી જાય છે ત્યારે ભરપૂર વહેમ થાય છે.
 
હું 'તને' ને તું 'મુજને' સમજ આવું ક્યાં થાય છે.
અહીં આખરે તો આપણું જ બેવફાઈ નામ થાય છે.
 
પહેલાં પ્રેમમાં પહેલી - વહેલી નજર એક થાય છે.
હું તારી પ્રિયતમાં ને તું મારો વાલમ થાય છે.
 
શહેનશાહ બની મઝનુ જાણે પ્રેમમાં પાગલ થાય છે.
'હું' ને 'તું' જ બાકી દુનિયા આખી ગુલામ થાય છે.
 
એ... ઘડીએ સપનાંઓનો ગુણાકાર થાય છે.
દિલ ભાંગે ત્યારે મહોબ્બતની બાદબાકી થાય છે.
 
પ્રણયમાં 'સમીર' દિલના દ્વાર ઉઘાડતો જ હોય' અરવિંદ પણ, એવા કાયદાઓનો ક્યાં અમલ થાય છે


Rate this content
Log in