કપાય છે
કપાય છે
1 min
13.9K
રોજ-રોજ કેલેન્ડર માંથી એક એક પત્તુ કપાય છે તો
સાથે સાથે જીંદગી નો મહામૂલો દિવસ કપાય છે.
ઉત્તરાયણમાં ગગનને આંબેલો પતંગ કપાય છે તો
ગગનમાંથી વરસતી અગનથી દુર્બળ કપાય છે.
ઉદ્ઘાટનોમાં બહોળી સંખ્યામાં રીબિન કપાય છે તો
રીબિનનો આધાર, વાળ ચોટલા સાથે કપાય છે.
રાજકારણમાં અચાનક કોઈનું પત્તુ કપાય છે તો
અંધશ્રદ્ધાની આંધીમાં જીવતું પશું કપાય છે.
પા પા પગલી ભરતાં બાળકનો પંથ કપાય છે તો
"આઇ લ્વ યુ "કહેતાં પ્રેમી યુગલનો યુગ કપાય છે
સેવા કર્યા વગર મા-બાપના આશિર્વાદ કપાય છે તો
ભક્તિના ઘોડાપુરથી ક્યારેક ભકતના દુ:ખ કપાય છે.
