STORYMIRROR

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

મારા વગર..

મારા વગર..

1 min
2.3K


કહેતા તો કહી દીધું તે કે, જીવી લઈશ મારા વગર..
એવી આપી છે યાદો કે, તું જીવીશ કઈ રીતે મારા વગર
 
નથી સાચવી શકતી પોતાની, જાતને એક પળ માટે
તો કેમ સાચવીશ ખુદને, આખી જિંદગી મારા વગર
 
હું જાણું છું કે નથી અટકતી, જીંદગી કોઈના વગર
પણ શું ચાલશે તારી જીંદગી, મારા વગર...
 
કેમ તું દિલથી સમજી ના શકે, કંઈ કહ્યા વગર
સમજી ભલે શકે પણ રહી ના શકે, એકલી મારા વગર..
 
સપનાઓની ભલે સફર ખેડે, જીંદગી ભર તું
પરી બની ઉડતી હોઈશ, આજે પણ તું મારા વગર...
 
રાહ જોઈ રહ્યો હું એ સમયની, કે તું આવીને કહીશ
જવાની ના જોમમાં ક્યાં સુધી, તડપીશ મારા વગર.


Rate this content
Log in